તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ગડબડને લઇને પૂર્વ CM જગન મોહન પર આરોપ

Ex-CM Jagan Mohan charged over Prasad mess in Tirupati temple

India: બાલાજી મંદિરના પ્રસાદમાં લાડુમાં ઘીની જગ્યાએ જાનવરોની ચરબીની ખબર સાંભળીને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પરિણામે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક તપાસ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે, પ્રસાદમાં ભેળસેળ મામલે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને જવાબદાર ઠેરવ્યા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

લેબ ટેસ્ટમાં લાડુઓના નમૂનાઓની અંદર પશુઓની ચરબી તથા સુવરની ચરબી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, બોર્ડ દ્વારા ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતા વેપારીઓને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી નાયડુ દ્વારા જગનમોહન પર આરોપ લગાવવામાં આવ્યા કે, પાછલી સરકાર દ્વારા મંદિરમાં જે લાડુનો પ્રસાદ આપવામાં આવતો હતો, તેમાં ઘીની ખરીદ પ્રક્રિયાને પૂરી રીતે બદલી કાઢવામાં આવી હતી. આ સાથે જ, તેમણે મંદિરમાં અન્ય ધર્મના લોકોના પ્રવેશને લઈને પણ જગનમોહનની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલાની શરતો મુજબ ઘી સપ્લાયર પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જોકે, જગનમોહન રેડ્ડી સત્તામાં આવ્યા ત્યારબાદ, તેમણે તે સમય ઘટાડીને 1 વર્ષનો કરી નાખ્યો હતો.

આ સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વડાપ્રધાનને પત્ર લખીને હસ્તક્ષેપ કરવા આગ્રહ કર્યો છે. જગને એવું પણ કહ્યું કે, સીએમ ચંદ્રબાબુ દ્વારા તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. પીએમ મોદીને લખેલા પત્રમાં જગને આરોપ લગાવ્યા કે, સીએમ નાયડુ રાજનૈતિક સ્તર પર એટલા નીચે ઉતરી ગયા કે, તેમણે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01