Visnagar: આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સાથે બહુજન મહાનાયકોને જાણી તેમની જીવનશૈલી અને આદર્શોથી પ્રેરણા મળે તે હેતુથી, નવસર્જન સેવા સંસ્થાન વિસનગર કાંસા એન.એ. વિસ્તારે બહુજન મહાનાયકોના જીવન પર નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ રોહિત સમાજ સેવા સંકુલ, વિવેક નગર, કાંસા એન.એ. વિસ્તારમાં યોજાયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!ખાસ કરીને બહુજન નાયકો તથાગત ગૌતમ બુદ્ધ, પેરિયાર રામાસ્વામી, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બિરસા મુંડા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. નિબંધ સ્પર્ધામાં ધોરણ 6થી 8ના 71 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ 9 અને 10ના 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ સ્પર્ધામાં ધોરણ મુજબ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર રૂ. 1000, પ્રમાણપત્ર, ફાઇલ અને બોલપેન આપવામાં આવ્યા હતા. બીજો ક્રમે રહેલા વિદ્યાર્થીને રૂ. 500નો રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ફાઇલ અને બોલપેનથી સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે ત્રીજા ક્રમે રહેલા વિદ્યાર્થીને રૂ. 250ના રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર, ફાઇલ અને બોલપેન આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અપાઈ તેઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવ તરીકે ડૉ. વિનુભાઈ ચૌહાણ, ડૉ. કિરીટભાઈ મુંજપરા, ડૉ. રાજેશભાઈ સેનમા, નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈ શ્રીમાળી અને મનુભાઈ પરમાર, તેમજ ઉષાબેન માંડલિક ઉપસ્થિત રહ્યા હતા. સાથે બાળકો, મહિલાઓ, યુવાનો અને આગેવાનોની મોટી સંખ્યા હાજર રહી સ્પર્ધાના ઉત્સવમાં સહભાગી બની હતી.