Banaskantha: કર્ણાવતી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP )નું ત્રણ દિવસીય પ્રદેશ અધિવેશન ૭ થી ૯ જાન્યુઆરી દરમિયાન યોજાયું. આ અધિવેશનમાં વિવિધ સત્રો દ્વારા વિદ્યાર્થી કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તૃતીય દિવસે, પ્રદેશ કારોબારીના નવા સભ્યોની ઘોષણા કરવામાં આવી.
Thank you for reading this post, don't forget to subscribe!થરાદના ઉત્સાહી કાર્યકર અને બનાસકાંઠા ભાગ સંયોજક રાજેશભાઈ જોષી (નાનોલ)ને ABVP પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા. આ નિમણૂક પર ABVPના કાર્યકરો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, વડીલો અને મિત્ર વર્ગે શુભેચ્છાઓ પાઠવી. તેમણે રાજેશભાઈને વિદ્યાર્થી અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતા રહેવાની અભ્યર્થના કરી.
ABVPએ દેશના હિતમાં વિદ્યાર્થી અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કરતા સંગઠન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ અધિવેશન રાજ્યભરના કાર્યકરો માટે પ્રેરણાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું.
અહેવાલ: અરવિંદ પુરોહિત, થરાદ