દિવાળી દરમિયાન દ્વારકાધીશના દર્શનમાં સમયનો ફેરફાર

Dwarkadhish darshan time change during Diwali


Bhakti Sandesh: યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શન માટે આવે છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને, દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી થશે, અને આ સમય દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

દ્વારકા મંદિર દર્શન સમયમાં ફેરફાર:

બુધવાર (30મી ઓક્ટોબર): ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1:00 થી 5:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 5:00થી 9:45 સુધી ખુલ્લું રહેશે.

ગુરુવાર (31મી ઓક્ટોબર): રૂપ ચૌદશ અને દિવાળી દિવસે સવારે 5:30 વાગ્યે મંગલા આરતી થશે અને 1:00 વાગ્યે બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 5:00 વાગ્યે શરૂ થશે. હાટડી દર્શન સાંજે 8:00 વાગ્યે થશે અને રાતે 9:45 સુધી ખુલ્લું રહેશે.

શુક્રવાર (1 નવેમ્બર): અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1:00થી 5:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 7:00 અને રાતે 9:45 સુધી ખુલ્લું રહેશે.

શનિવાર (2 નવેમ્બર): નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1:00થી 5:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 5:00થી 9:45 સુધી ખુલ્લું રહેશે.

રવિવાર (3 નવેમ્બર): ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1:00થી 5:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 5:00થી 9:45 સુધી ખુલ્લું રહેશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03