સુરત BRTS બસમાં ડ્રાઇવરની બેદરકારી સામે આવી

Driver's negligence exposed in Surat BRTS bus

Surat: સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી અને BRTS બસ સેવા સતત વિવાદમાં રહે છે. આજે સુરતના BRTS બસના એક ડ્રાઇવરની બેદરકારીને કારણે વધુ એક ગંભીર ઘટના બની છે. એક મુસાફરનો પગ બસના દરવાજામાં ફસાઈ ગયો, પરંતુ ડ્રાઇવરે બસ રોકી ન રાખી, જેના કારણે મુસાફરે ફસાયેલા પગ સાથે મુસાફરી કરવી પડી. આ દ્રશ્યો જોઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Thank you for reading this post, don't forget to subscribe!


BRTS બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ જવાની ઘટનામાં ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં મુસાફર લગભગ 15 મિનિટ સુધી દરવાજામાં ફસાયેલો રહ્યો હતો આ ઘટના ત્યારે બની જ્યારે BRTS બસ, નંબર GJ 05 CU 8120, ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસે પસાર થઈ રહી હતી. એક મુસાફર જ્યારે બસમાં ચઢી રહ્યો હતો, ત્યારે ડ્રાઇવરે દરવાજો બંધ કર્યો, જેના પરિણામે મુસાફરના પગ દરવાજામાં ફસાઈ ગયો.

ડ્રાઇવરે આ ગંભીર ઘટનાને અવગણતા બસને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું, અને બીજા બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા વગર જ બસ ચાલી રહી હતી. આ દરમિયાન મુસાફરને વધુ ઈજા થઈ ન હતી, પરંતુ ડ્રાઇવર દ્વારા બેદરકારીથી મુસાફરોમાં રોષ વ્યાપી ગયો છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાને વ્યાપક પ્રમાણમાં શેર કરી રહ્યા છે અને ડ્રાઇવરની બેદરકારીની નિંદા કરી રહ્યા છે. લોકોની માગ છે કે આવા બેદરકાર ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03