gujarat: ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે TET-1 અને TET-2 પાસ કરેલા SEBC અને SC કેટેગરીના ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યું છે. તેઓએ વિદ્યાસહાયકની 5000 જગ્યાઓ માટે રોસ્ટર પ્રથા રદ કરવાની માગ ઉઠાવી છે. સરકારે 17મી તારીખે જાહેર કરેલ ફાઈનલ મેરિટ લિસ્ટમાં જિલ્લામાંવાર કેટેગરી અનુસાર જગ્યા ફાળવણી દર્શાવાઈ છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે SEBC અને SC કેટેગરી માટે બંધારણીય જોગવાઈ મુજબની જગ્યાઓ ફાળવવામાં આવી નથી, જે અન્યાયરૂપ છે.
Thank you for reading this post, don't forget to subscribe!ઉમેદવારોનું કહેવું છે કે આ ભરતી ઘણા વર્ષો પછી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન અનેક ઉમેદવારોની ઉંમર વધતા તેઓ માટે આ છેલ્લો મોકો છે. જનરલ કેટેગરી માટે પૂરતા ઉમેદવારો ઉપલબ્ધ નથી, જયારે અનામત કેટેગરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હોવા છતાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રદર્શનકારીઓની સ્પષ્ટ માગ છે કે SEBC માટે 27% અને SC માટે 7% અનામત બંધારણીય પ્રમાણ પ્રમાણે ફાળવવામાં આવે, જેથી સૌને ન્યાય મળી શકે અને શાળાઓમાં શિક્ષકોની ખોટ પણ દૂર થઈ શકે.