Entertainment: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી હવે માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખુશખબર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
દેવોલિનાના ચાહકો આ ખુશખબર સાંભળીને ખૂબ જ ઉત્સાહિત છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. દેવોલિનાએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે, “મારું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે. હું એક માતા બની ગઈ છું. આ પળ મારા જીવનની સૌથી ખુશનુમા પળ છે.”
દેવોલિનાએ ‘સાથ નિભાના સાથિયા’ જેવી સિરિયલોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી છે. તેના ચાહકો તેને ‘ગોપી વહુ’ના નામથી પણ ઓળખે છે. દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને લગ્ન બાદ ખુબ ચર્ચામાં પણ રહ્યા હતા. 15 ઓગસ્ટના રોજ પતિ સાથે ફોટો શેર કરી પ્રેગ્નસીની જાહેરાત કરી હતી.
દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંન્ને અંદાજે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યારબાદ લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યા છે. દેવોલિના ભટ્ટાચાર્જીનો જન્મ 22 ઓગસ્ટ 1985ના રોજ અપર આસામમાં એક આસામી-બંગાળી પરિવારમાં થયો હતો. તે તેની માતા અને તેના નાના ભાઈ સાથે ગુરુગ્રામમાં રહે છે.