વિકાસ કાર્યમાં તેજી, મનપામાં 415 કરોડના 32 પ્રોજેક્ટ શરૂ

Development work accelerates, 32 projects worth Rs 415 crores started in the Municipal Corporation

1 Min Read

Gujarat: ગાંધીનગર મહાનગરપાલિકામાં વિકાસ કામોની ગતિ વેગવંતી બની છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 415.23 કરોડ રૂપિયાના ૩૨ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ પૈકી 171.89 કરોડના 19 કામો પૂર્ણ થયા છે, જ્યારે 243.34 કરોડના 13 કામો પ્રગતિ હેઠળ છે. વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે આ કામોમાં પાણી પુરવઠાના 141 કરોડના 11 પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના 244 કરોડના 17 કામો અને તળાવ નવીનીકરણના 31 કરોડના 4 કામોનો સમાવેશ થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

મહેસૂલ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકારની ડિજિટલ ગુજરાત પહેલ અંતર્ગત વર્ષ 2018થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 6933 અરજીઓ મળી હતી. આમાંથી 4115 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો ગાંધીનગર તાલુકામાં 2334, દહેગામમાં 344, કલોલમાં 1159 અને માણસા તાલુકામાં 278 અરજીઓને મંજૂરી મળી છે. બાકીની અરજીઓ જરૂરી દસ્તાવેજોના અભાવે દફ્તરે કરવામાં આવી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03