Surendranagar: ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ હાજર હોવા છતાં દર્દીને સારવાર ન અપાય અને સફાઈ કર્મચારી પાસે દર્દીને ડ્રેસીંગ કરતા નો વીડિયો વાયરલ થયો. ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં દર્દીને માથામાં ગંભીર ઇજાવો હોવા છતાં સારવાર ન અપાય અને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સફાઈ કર્મચારી પાસે દર્દીનું ટ્રેસિંગ કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવા નર્સિંગ સ્ટાફ સામે અધિકારીઓ દ્રારા શું નિર્ણય લેવામાં આવશે
Thank you for reading this post, don't forget to subscribe!સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા જોગાસર પાણીની ટાંકી પાસે ગઈકાલે રાત્રિના સમયે એક બેન મોટરસાયકલ માંથી પડી જતા માથામાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હોવા છતાં દર્દીને સારવાર આપવામાં આવી નહોતી અને દર્દીના પરિવાર સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને દર્દીને સારવાર આપવામાં આવી નહોતી જેમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં હોસ્પિટલમાં સફાઈ કરતા કર્મચારી દ્વારા દર્દીને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું તે સમગ્ર ઘટનાનો વિડીયો પરિવાર દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ધાંગધ્રા સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સામે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું
અહેવાલ : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા