Health: ધાંગધ્રા ની સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો ખાસ યુવાનો તથા બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલ માં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે આજરોજ ડોક્ટર અલ્ફીયા કારદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ખાસ કરીને વાંકાચુકા દાંત તેમજ દાંત લઈને તમામ સમસ્યાઓ નું પદ્ધતિસર ઇલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં 30 થી 40 જેટલા ધાંગધ્રા શહેરના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો.
માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને હંમેશા માનવી સાર્થક કરવા પોતાની યથાશક્તિ મુજબ સેવાઓ કરતા હોય છે જ્યારે ઘણી સામાજિક સેવા સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગી લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્ય લક્ષી કેમ્પો નું આયોજન કરાતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલ માં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે આજરોજ ડોક્ટર અલ્ફીયા કારદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
અમદાવાદ ગાંધીનગર ના જાણીતા તબીબી ડોક્ટર કશ્યપ શાહ અને ધ્રાંગધ્રા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર અલફિયા કાલદર દ્વારા સારવાર આપવામાં આવી હતી ખાસ કરીને વાંકાચુકા દાંત તેમજ દાંત લઈને તમામ સમસ્યાઓ નું પદ્ધતિસર ઇલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં 30 થી 40 જેટલા ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો.