ડાકોર પદયાત્રા ભક્તિમય માહોલ અને શ્રદ્ધાળુઓનો ઉમંગ

Dakor Padyatra Devotional atmosphere and enthusiasm of devotees

2 Min Read

Bhakti Sandesh: અહિયાં એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલી તૈયારીઓની વચ્ચે, આખરે અમદાવાદના ખાડિયા, શાહપુર, રાયપુર, જમાલપુર, મણિનગર, અસારવા, શાહીબાગ અને ખોખરા વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને આ પવિત્ર યાત્રાનું પૂણ્ય મેળવતા જોવા મળી રહ્યા છે.”જય રણછોડ!” ના નાદથી ગુંજી ઉઠ્યો છે, જ્યારે માર્ગ પરના ભંડારા અને સેવા કેમ્પો જોરશોરથી કાર્યરત થયા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

શુક્રવારે ફૂલડોલ ઉત્સવ:

ડાકોરના મંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવ ઉજવાવાનાં છે. આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે મંગળવારથી હજારો યાત્રિકો પદયાત્રા માટે નીકળ્યા છે. સમગ્ર માર્ગ પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.યાત્રા રવિવારથી શરુ થઈ ગઈ હતી, જો કે શરુઆતના દિવસે યાત્રિકોની સંખ્યા ઓછી હતી. સોમવારથી શ્રદ્ધાળુઓની સંખ્યા વધવા લાગી.

સામાન્ય રીતે, અમદાવાદથી ડાકોર સુધી પગપાળા પહોંચવા ત્રણથી ચાર દિવસ લાગે છે. જેથી આગામી બે દિવસમાં વધુ હજારો યાત્રિકો રવાના થશે. આ યાત્રામાં મંડળો, સંસ્થાઓ અને પરિવારો સાથે જોડાઈ રહ્યા છે, જેમાં બે-ત્રણ વર્ષના બાળકોથી લઈને 65-70 વર્ષની ઉંમરના વડીલો પણ સામેલ છે. મહિલાઓ, યુવાનો અને પુરુષો ભગવાન કાળિયા ઠાકરની ભક્તિમાં લીન થઈ પદયાત્રા કરી રહ્યા છે.

સુરક્ષા માટે કડક બંદોબસ્ત

યાત્રાનું આરંભિક તબક્કો હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી સુધી રહ્યો છે, જ્યાં સેવાકેમ્પો સક્રિય છે. જેમ જેમ યાત્રા આગળ વધશે, મહેમદાબાદ, ખાત્રજ ચોકડી, મહુધા, બોરડી સહિતના સ્થળોએ પણ સેવાકેમ્પ શરૂ થશે. યાત્રિકોની સુખદ યાત્રા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03