દાહોદ: રૂવાબારીયા ગામે બોગસ અનાજ દુકાનનો પર્દાફાશ

Dahod: Bogus grain shop exposed in Ruwabariya village

4 Min Read

CRIME: આજે દાહોદ જિલ્લાના દેગવઢ બારીયા તાલુકાના રૂવાબારી ગામની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન (દુકાન નંબર – 12534), જે શ્રી બળવંતભાઈ નવલાભાઈ પટેલ દ્વારા સંચાલિત છે, ત્યાં મીડિયા ટીમે મુલાકાત લીધી. આ દુકાન ભગત ફળિયું વિસ્તારમાં સ્થિત અનાજની દુકાન છે આ અનાજની દુકાનમાં રૂવાબારી ગામના લોકો તેમની જરૂરિયાત મુજબ અનાજ લેવા માટે આવે છે. મીડિયા ટીમે દુકાનની મુલાકાત લીધી ત્યારે લોકોથી પૂછપરછ કરવામાં આવી. રેશનકાર્ડધારકોની ફરિયાદ મુજબ, તેમને અનાજ ઓછું મળતું હોવાનો અનુભવ થયો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

લોકોએ જણાવ્યું કે, જ્યારે તેઓ મોબાઈલ એપ્લિકેશનમાં અનાજનું વિતરણ ચેક કરતા અને વજન કરાવતા, ત્યારે મળતું પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળ્યું. ઉદાહરણ તરીકે, ઘઉં 10 કિલોગ્રામ મળવાને બદલે ફક્ત 6 કિલોગ્રામ આપવામાં આવ્યા હતા, એટલે કે 4 કિલોગ્રામ ઓછું. એ જ રીતે, 15 કિલોગ્રામ ચોખાના બદલે માત્ર 10 કિલોગ્રામ ચોખા આપવામાં આવ્યા હતા, જે 5 કિલોગ્રામ ઓછું હતું. દુકાનમાં લાભાર્થીઓને પૂરતું અનાજ આપવામાં આવ્યું નહોતું, તેમજ ઓનલાઈન કૂપન પણ આપવામાં આવ્યું નહતું. તમામ રેશનકાર્ડધારકો સાથે વાતચીત કરતા, તેઓએ એકસરખી ફરિયાદ કરી કે તેમને નિયમિતપણે ઓછું અનાજ આપવામાં આવે છે.

સરકારી રેશનમાં ભ્રષ્ટાચાર

એક રેશનકાર્ડધારકના જણાવ્યા મુજબ, તેમને 1.750 કિલોગ્રામ ખાંડ મળવાની હોવા છતાં, ફક્ત 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવી, એટલે કે 750 ગ્રામ ઓછી. એક અન્ય રેશનકાર્ડધારકે વજન ચકાસતા જણાવ્યું કે 14 કિલોગ્રામ ઘઉં મળવાને બદલે માત્ર 10 કિલોગ્રામ જ આપવામાં આવ્યું, એટલે કે 4 કિલોગ્રામ ઓછું. અત્યાર સુધીના ચકાસણીમાં, 21 કિલોગ્રામ ચોખા મળવાને બદલે ફક્ત 15 કિલોગ્રામ જ આપવામાં આવ્યું, એટલે કે 6 કિલોગ્રામની કમી હતી. આવા પ્રકારની ગેરરીતિઓ દુકાનદાર દ્વારા ગરીબોના હકોની લૂંટ થઈ રહી હોવાનો સંકેત આપે છે.

લોકોનું મળવા પાત્ર જથ્થો બારોબાર બીજી બાજુ સગે વગે કરતા હશે ને. આ દુકાનદાર દ્વારા ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હતો . આવા અનેક રેશનકાર્ડ ધારકોને છેતરતા હશે ને?મેલી ભગત હોય તેવું સ્થળ પર સ્પષ્ટ પણે દેખાયું હતું.શું આવી રીત ના ગુજરાત સરકારની સરકારી અનાજની દુકાનમાં ધમધમતા ભ્રષ્ટાચાર ખધ બધે જ છે.શુ? લોકો માટે નિર્ધારિત અનાજનો જથ્થો સગાંવગાંઓને આપવામાં આવતો હોય તેવી શંકા વ્યાપી છે. આ દુકાનદાર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો, અને આવા અનેક રેશનકાર્ડધારકોને તેઓ નિયમિત રીતે છેતરતા હશે. સ્થળ પર તપાસ દરમિયાન ‘મેલી ભગત’ હોવાનો સ્પષ્ટ અંદાજ આવ્યો.

રેશનમાં ગરીબોના હક્કનું શોષણ?

શું ગુજરાત સરકારની સરકારી અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે? શું આ અંગે સરકારને જાણ છે? દાહોદ જિલ્લાના જવાબદાર સરકારી અધિકારીઓને આ બોગસ વ્યવસ્થાની જાણ છે કે તે પણ કોઈ ગૂંચવણમાં સામેલ છે? આવા કિસ્સાઓમાં ગરીબોના હક્કનું અનાજ ગેરકાયદેસર રીતે વેચીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

સસ્તા અનાજની સરકારી દુકાનમાં અનેક ગેરરીતિઓ જોવા મળી. દુકાનની અંદર સ્વચ્છતા ન હતી, અને હાજર લોકોના નિવેદન મુજબ દુકાનદારો નિયમિત રીતે અનાજ ઓછું આપતા હતા. દુકાનદારો પાસેથી પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે, “અમે 2-3 કિલો ઓછું આપીએ છીએ અને આગામી મહિને તેની ઓનલાઇન પાવતી આપીશું.” વધુમાં, દાળ વિતરણ થતું નથી, તેવું પણ જાણવા મળ્યું.

આ પ્રકારની ગેરવ્યવસ્થાને લઈ સ્થાનિકોમાં નારાજગી છે. લોકોનો આક્ષેપ છે કે દુકાન સંચાલકો નિયમોનું પાલન કરતા નથી અને ગરીબોના હક્કો પર ડાકું મારવામાં આવી રહ્યું છે. લોકોની માગણી છે કે રજીસ્ટરોની તપાસ કરવામાં આવે, અને રુવાબારી ગામની આ અનાજની દુકાન પર કડક પગલાં લેવામાં આવે.

રિપોર્ટર: વિપુલકુમાર બારીયા

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03