Gujarat: આજે શહેરમાં કોંગ્રેસ પાર્ટીનો બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન જમાવટ સાથે શરૂ થયો છે. અમદાવાદ ખાતે યોજાતા આ અધિવેશનમાં દેશભરથી 2500થી વધુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. ગુજરાતમાં યોજાતું આ કોંગ્રેસનું 6 રાષ્ટ્રીય અધિવેશન છે. આ અગાઉ 1961માં ભાવનગરમાં આવા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની નીતિઓ અંગે ચર્ચાઓ થયેલી.
અધિવેશનનો પ્રથમ દિવસ મહત્વપૂર્ણ બેઠકો અને સાંસ્કૃતિક ઉજવણી
અધિવેશનના પ્રથમ દિવસે, સોમવારની શરૂઆત CWC (કોર્ગેસ વર્કિંગ કમિટી) ની મહત્વપૂર્ણ બેઠકથી થઈ હતી, જે સરદાર પટેલ સ્મારક ખાતે યોજાઈ. બેઠકની અધ્યક્ષતા મલ્લિકાર્જુન ખરગે કરી રહ્યાં છે અને તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક મહત્ત્વપૂર્ણ નેતાઓ ઉપસ્થિત રહ્યા. સાંજે, સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરીને રાજકીય વિમર્શને સન્માન અપાયું. રાત્રે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આયોજિત ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની વૈવિધ્યસભર સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી.
આધિવેશનનો મુખ્ય કાર્યક્રમ 9 એપ્રિલે સવારે 9 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે. અહીં પક્ષના ભવિષ્યના દિશા-નિર્ધારણ, નીતિ-સુઝાવો અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે. પાર્ટીના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, વિવિધ પ્રદેશ અધ્યક્ષો સહિત દેશભરના પ્રતિનિધિઓ આ અધિવેશનમાં ભાગ લઇ રહ્યાં છે, જે પાર્ટીના સંઘઠન અને દિશાને નવો આકાર આપવાનો પ્રયાસ છે.