ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની સંભાવના

Cold wave likely to continue in North Gujarat

Gujarat: હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ મોટું ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. પવન ઉત્તરથી પૂર્વ દિશામાં ફૂંકાશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની સંભાવના છે.

Thank you for reading this post, don't forget to subscribe!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી

અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવી શકે છે. 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વલસાડ અને જામનગરમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને નલિયાના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન ઘટશે તેવી શક્યતા છે.

રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનું પૂર્વાનુમાન

હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. કચ્છ, મોરબી અને પાટણમાં આ આંકડો 12 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે. વડોદરા, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03