Navratri 2024: આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. આજે શારદીય નવરાત્રિનો આરંભ થયો છે અને આ પાવન અવસરે પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ એ માતાજીની આરાધનાનો ખાસ સમય છે, જ્યાં શ્રદ્ધાળુઓ ઉપવાસ, પૂજા, અને નૃત્ય દ્વારા માતાજીની ઉપાસના કરે છે. દર્શન માટે ઘણા મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!નવ દિવસ સુધી ભક્તો જગતજનનીની ઉપાસનામાં મગ્ન રહેશે, જ્યારે ખેલૈયાઓ રાસ અને ગરબામાં મસ્ત થશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ હશે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એકસાથે ઉજવાશે. તથાપિ, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાના કાર્યક્રમો યોજાશે.
ઉપાસના અને ઘટ સ્થાપન માટે સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 સુધી શુભ, સવારે 11:01થી બપોરે 12:31 સુધી ચલ, બપોરે 12:31થી 2:01 સુધી લાભ, બપોરે 2:01થી 3:30 સુધી અમૃત, સાંજે 5થી 6:30 સુધી શુભ, સાંજે 6:30થી 8 સુધી અમૃત અને રાત્રે 8થી 9:31 સુધી ચલ મુહૂર્ત છે.
નવરાત્રિ દરમિયાન મંદિરોમાં માતાજીના દર્શન સમય
શક્તિપીઠ અંબાજી:
- આરતી: સવારે 7:30થી 8
- દર્શન: સવારે 8થી 11:30
- રાજભોગ: બપોરે 12
- દર્શન: બપોરે 1:30થી 4:15
- આરતી: સાંજે 6:30થી 7
- દર્શન: સાંજે 7થી 9
ચોટીલા ચામુંડા માતાજી:
- પગથીયા દ્વાર: સવારે 4:30થી ખુલશે
- આરતી: સવારે 5 વાગ્યે
- સાંજની આરતી: સૂર્યાસ્ત સમયે
પાવાગઢ મંદિર:
- પ્રથમથી આઠમા નોરતે અને પૂનમના દિવસે: મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખુલશે, રાત્રે 8 વાગ્યે બંધ
- અન્ય નોરતો: સવારે 5 વાગ્યે દ્વાર ખુલશે, રાત્રે 8 વાગ્યે બંધ
ભદ્રકાળી મંદિર, અમદાવાદ:
- દર્શન: સવારે 6થી રાત્રે 12 સુધી
- દરરોજ રાત્રે 9થી 12: મંદિરના ચોકમાં ગરબા