દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા, સુરત-નવસારી વાતાવરણમાં પલટો

Chance of thunderstorm in South Gujarat, change in weather in Surat-Navsari

1 Min Read

Gujarat: દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે, જેના પગલે સુરત અને નવસારીમાં સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, જ્યારે નવસારીના અનેક વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

નવસારી જિલ્લામાં ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આ બદલાયેલા વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 1 એપ્રિલ 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03