Rain update: ગઈ કાલે ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારામાં 8.5 ઇંચ, તેમજ તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં 6-6 ઇંચ વરસાદ પડ્યો હતો. પાલીતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં 4 ઇંચથી વધુ, જ્યારે ભાવનગર, સિહોર અને ઉનામાં 4 ઇંચ અને સુત્રાપાડા, સાયલા, કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. મહુવા, જૂનાગઢના માળિયા હાટિના, વલસાડના ઉમરગામ અને અમરેલીના જાફરાબાદમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો..
Thank you for reading this post, don't forget to subscribe!સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આવતા ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગયા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 178 તાલુકામાં 4.5 ઈંચ સુધીનો વરસાદ થયો છે.
આગામી 3 દિવસ માટે કેટલાય વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બરે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે. 28 સપ્ટેમ્બરે આ જ વિસ્તારોમાં રેડ એલર્ટ રહેશે, જ્યારે ડાંગ, નવસારી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 29 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, તાપી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ રહેશે.