સેન્સર બોર્ડે ‘માર્કો’ ફિલ્મની ટીવી અને OTT રીલિઝ પર લગાવ્યો પ્રતિબંધ

Censor Board bans TV and OTT release of ‘Marco’

1 Min Read

Entertainment: ભાગ્યે જ બનતી એક ઘટનામાં, સેન્સર બોર્ડે મૂળ મલયાલમમાં બનેલી અને હિંદી ડબિંગ સાથે રીલિઝ થયેલી ‘માર્કો’ ફિલ્મને ટીવી પર દર્શાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. સાથે સાથે, બોર્ડે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે આ ફિલ્મ કોઈપણ OTT પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ ન રહે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઉન્ની મુકુંદનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ હિંદીમાં પણ ડબ કરવામાં આવી હતી અને એક્શન દ્રશ્યોને કારણે તે ઉત્તર અને મધ્ય ભારતના હિંદી બેલ્ટમાં લોકપ્રિય બની હતી. ફિલ્મમાં વધુ પડતી હિંસા હોવાના કારણે સેન્સર બોર્ડે આ ફિલ્મને OTT પર દર્શાવવાની મનાઈ કરાવવા માટે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે.

સેન્સર બોર્ડના જણાવ્યા અનુસાર, આ ફિલ્મમાં વધુ પડતી હિંસા દર્શાવવામાં આવી છે, જે પરિવાર સાથે, ખાસ કરીને બાળકો સાથે બેસીને જોવા યોગ્ય નથી. થિયેટરમાં રીલિઝ વખતે પણ આ ફિલ્મને હિંસક દ્રશ્યોને કારણે ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જો તે ટીવી કે OTT પર ઉપલબ્ધ હોય, તો ઘરનાં બાળકો પણ જોઈ શકે, જે હિતાવહ નથી. જોકે, આ ફિલ્મ પહેલેથી જ એક OTT પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે.સેન્સર બોર્ડના કેરળ રિજિયોનલ ઓફિસર નદીમ તુફાલીએ પણ કન્ફર્મ કર્યું છે કે ફિલ્મના ટીવી રાઈટ્સ વેચવાનો પ્રક્રિયા અટકાવવામાં આવી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03