બિહારના બેગુસરાયમાં ૧૫ કુતરાઓને ગોળી મરાય
બિહારના બેગુસરાયમાં મંગળવારે 15 કૂતરાઓને ગોળી મારવામાં આવી. કૂતરાઓના હુમલાથી 3 દિવસમાં 6 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. સોમવારે એક ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પછી પટનાથી શૂટર્સની એક ટીમ મોકલવામાં આવી. શૂટર્સ ટીમે ગામ લોકોની મદદથી 15 કૂતરાઓને શોધીને મારી નાખ્યા. આ પહેલાં 23 ડિસેમ્બરે પટનાના શૂટર્સે 12 કૂતરાઓને માર્યાં હતાં. … Read more