BUSINESS: ખેડૂતો આજના સમયે ગુલાબની વિવિધ પ્રકારની ખેતી કરતા જોવા મળે છે. જોકે દેશી લાલ કલરના ગુલાબની માંગ આજે પણ એટલી જ છે. ગુલાબનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. ખાસ કરીને લગ્ન, બુકે, વેલેન્ટાઈન ડે, પૂજાપાઠમાં, પર્ફ્યુમ બનાવવામાં વગેરે જગ્યાએ તેનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!આથી આ ગામમાં ગુલાબની ખેતી ચાલુ કરવામાં આવી છે અને તમામ ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે. તારાપુરના એક ગામમાં દરેક લોકો ગુલાબની ખેતી કરતા થયા છે. આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલ રિંઝા ગામના ખેડૂતો ગુલાબની ખેતી કરીને તેની સુવાસ અમદાવાદ અને વડોદરા જેવા શહેર સુધી પહોંચાડી રહ્યા છે. આ તેમનો મુખ્ય કમાણીનો સ્ત્રોત તરીકે ખૂબ જ ઉપયોગી થયો છે.
દરરોજ સવારે ખેડૂતો દ્વારા ગુલાબ ઉતારીને અમદાવાદની મોટી માર્કેટ મોકલી દેવામાં આવે છે. જ્યાંથી આ ગુલાબ વિવિધ ઉપયોગ માટે દેશભરમાં મોકલવામાં આવે છે. આ અંગે ખેડૂત અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, 3,000ની વસ્તી ધરાવતા રીંઝા ગામમાં મોટાભાગે દરેક ખેડૂત પાસે એક કે, 2 વીઘામાં ગુલાબની વાડી આવેલી છે. દેશી ગુલાબ બારેમાસ આવતા હોવાના કારણે તેમાંથી કમાણી કરી શકાય છે. ગામમાં ખેડૂતો પાસે ઓછી જમીન હોવાના કારણે ગુલાબની ખેતી કરવું વધારે હિતાવહ છે.
આજે આ ખેતી દ્વારા બે વીઘામાં આવેલા ગુલાબની ખેતી થકી મહિને 80થી 90 હજાર જેટલી કમાણી આરામથી કરી શકાય છે. આજે ગામમાં લગભગ દરેક ઘરમાં એક ગુલાબની વાડી જોવા મળે છે. વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, ગુલાબની ખેતી બારેમાસ કરી શકાય છે. પરંતુ તેની પર ફુલ સિઝન પ્રમાણે આવતા હોવાના કારણે ચોમાસા અને ઠંડીની સિઝનમાં વધારે પ્રોડક્શન મળતું હોય છે. જોકે દિવસના 15 થી 20 કિલો જેટલા ફૂલ ખેડૂતોને મળે છે, જેનું બજારમાં ભાવ 150થી 200 જેટલો હોય છે. જેમાં ખેડૂતોને મહેનત અને કોસ્ટ ઓફ પ્રોડક્શન 10 થી 20 હજાર જેટલું લાગે છે.
આથી જ મહિનાના અંતે બધો ખર્ચ કાઢી લીધા બાદ 30થી 40 હજાર જેટલું વળતર ખેડૂતને આરામથી મળી શકે છે. ઘણી વખત તો ચોમાસા અને ઠંડીની સિઝનમાં પ્રતિદિન સો કિલો જેટલો ફૂલોનું ઉત્પાદન પણ મળી શકે છે.