India: ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં દબાણ દૂર કરવા માટે બુલડોઝર એક્શન ચાલુ છે. બલિયામાં મંગળવારે નગર પાલિકાની ટીમે ભાજપના કેમ્પ કાર્યાલય પર બુલડોઝર ચલાવ્યું, કારણ કે તે પાલિકાની જમીન પર દબાણ કરીને બનાવાયું હોવાનું જણાયું. બલિયામાં નગર પાલિકા પરિષદ, જિલ્લા તંત્ર અને પોલીસના સંયુક્ત દેખરેખ હેઠળ દબાણ હટાવો અભિયાન શરૂ કરાયું છે.
Thank you for reading this post, don't forget to subscribe!આ માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ છે.ચિત્તુ પાંડે વિસ્તારના ઇન્દિરા માર્કેટમાં સ્થિત ભાજપ કેમ્પ કાર્યાલય પર ટીમ પહોંચી અને બુલડોઝરથી કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. SDM રાજેશ કુમારે જણાવ્યું કે આ કાર્યવાહી દબાણ હટાવવાની નિયમિત પ્રક્રિયા હેઠળ કરવામાં આવી રહી છે. કાર્યાલય પર બુલડોઝર ચલાવવાના નિર્ણય પર સ્થાનિક ભાજપ નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સિંહે આ પગલાને ખોટું ગણાવ્યું અને તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા.
સંભલમાં પણ ગેરકાયદે કબજાઓ દૂર કરવા તંત્રએ અભિયાન ચલાવ્યું. વીજળી ચેકિંગ દરમિયાન 46 વર્ષથી બંધ પડેલું મંદિર મળ્યું. તંત્રએ લોકોને દબાણ જાતે હટાવવાની ચેતવણી આપી, નહીંતર બુલડોઝર કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.