Education: રાજ્યમાં ગત દિવસોમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ થઈ હતી. પરીક્ષા પૂર્વે વિવિધ સંગઠનો અને અગ્રણીઓએ પરીક્ષાર્થીઓને કંકુ-ચોખાથી તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ યોજાયા બાદ ૧૭મી માર્ચે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ.
Thank you for reading this post, don't forget to subscribe!
ગતરોજ, ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થતા, થરાદના પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો. પરિક્ષાપૂર્વે પેપર અંગે એક અંશે ગભરાટ હતો, પરંતુ એક પરીક્ષાર્થીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે પરીક્ષા સારો ગયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થતા, રાજ્યમાં વિદ્યાર્થીઓમાં હર્ષ અને ઉત્સાહ જોવા મળ્યો.