Nirbhay Marg News

વિસનગરમાં ભાજપની વિજય સંકલ્પ મહારેલીથી શક્તિપ્રદર્શન, ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિસનગરમાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. આજે વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ મહારેલી’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા ભાજપે શક્તિપ્રદર્શન કર્યું હતું.

આ મહારેલી સવારે વિસનગરના ત્રણ દરવાજા ટાવર ચોક ખાતેથી પ્રારંભ થઈ હતી. કાર્યકરો હાથમાં ભાજપના ઝંડા તેમજ ‘ભરોસાની ભાજપ સરકાર’ના બેનરો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો કેસરી રંગે રંગાઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ રાજકીય ઉર્જાથી છલકાયું હતું.

bjp relly visnagar

આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પ્રકાશ પટેલ, રાજુભાઈ પટેલ, રૂપલભાઈ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

મહારેલી દરમિયાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જનતા ભાજપ પર વિશ્વાસ રાખે છે અને આવનારી ચૂંટણીમાં ભાજપ ભવ્ય બહુમતી સાથે જીત હાંસલ કરશે.

bjp relly visnagar 02

પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જેમ વિકાસનો નવો યુગ શરૂ થયો છે, તેમ વિસનગરમાં પણ પ્રગતિ, પારદર્શિતા અને જનકલ્યાણના કાર્યોને નવી ગતિ આપવા માટે જનતા સંકલ્પબદ્ધ છે. છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસકાર્યો અને લોકોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનોએ ભાજપા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે.

વિસનગરના જાગૃત નાગરિકો સ્થાનિક સ્વરાજ્યમાં લોકશાહીનું સુકાન ફરી એકવાર ભાજપાને સોંપવા આતુર છે, જેથી વિકાસની ગતિ અવિરત રહે અને દરેક વર્ગ સુધી સુખાકારી પહોંચે.

રેલી ટાવર ચોકથી શરૂ થઈ રેલવે સર્કલ, એમ.એન. કોલેજ અને સવાલા દરવાજા જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગમાં અનેક જગ્યાએ લોકો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતે રેલી ફરીથી ટાવર ચોક ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ રેલીને ભાજપ દ્વારા પોતાની મજબૂત પકડ દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ

Releted Post

kansa election
WhatsApp Image 2026-04-25 at 11.37
ChatGPT Image Apr 24, 2026, 04_23_42 PM
visnagar bjp
GUJARAT ATS
mahesana hotel malik
bhavnagar 5
VAVOL
1 2 3 4