BHAVNAGAR NEWS: વણશોધાયેલ ગુન્હાઓ ડીટેકટ કરવા અંગે ખાસ સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ઢોર ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે એક ડેડીકેટેડ ટીમની રચના કરેલ.
Thank you for reading this post, don't forget to subscribe!ભાવનગર એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે ઘોઘા સર્કલ સામે ગોળીબાર હનુમાન મંદિર વાળા ખાંચામાં એક ઇસમ કાળા કલરની સ્વીફટ ડીઝાયર કાર રજી.નંબર GJ03 CE 1031 કારમા પાછળની શીટ નથી અને ઢોર ચોરીમાં આ કારનો ઉપયોગ કરે છે. જે બાતમી આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જતા બાતમીવાળી કાર સાથે મુબીન ઉર્ફે મુબો સાદિકભાઇ કુરેશી રહે.વડવા માઢીયા ફળી ભાવનગરવાળો મળી આવેલ અને તેની પુછપરછમાં પોતાની ઉપરોકત કાર સાથે આઝાદનગર રામાપીર મંદિર પાસેથી બે ઢોરની ચોરીમાં ઉપયોગ કરેલ હોવાનું જણાવેલ, જે અંગે વેરીફાઇ કરતા ઘોઘારોડ પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.ન.11198006250595/2025 BNS કલમ 303(2) હેઠળ ઉપરોકત હકીકત મુજબનો ગુન્હો રજી થયેલ છે. જેથી સદરહું આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોપી આપેલ છે.
આરોપી :- મુબીન ઉર્ફે મુબો સાદિકભાઇ કુરેશી રહે.વડવા માઢીયા ફળી ભાવનગર
ગુન્હાહીત ઇતિહાસઃ-
- ગંગાજળીયા પો.સ્ટે.ફ.ગુ.ર.ન. ૪૭/૨૦૧૬ ઇ.પી.કો.ક ૩૦૨ વિગેરે
- ગંગાજળીયા પો.સ્ટે.ફ.ગુ.ર.ન. ૧૧૧૯૮૦૧૧૨૦૦૩૩૪/૨૦૨૦ ઇ.પી.કો.ક ૩૨૪ વિગેરે
- તળાજા પો.સ્ટે. ૧૧૧૯૮૦૫૩૨૨૦૩૧૪/૨૦૨૨ પશુ પ્રત્યે ધાતકીપણાની કલમ ૧૧(૧) ડી વિગેરે
- પ્રોહીબીશનના કુલ ૩ ગુન્હાઓ તેમજ હથિયારબંધી જાહેરનામા ભંગના ૫ ગુન્હાઓ વિવિધ પો.સ્ટે.માં નોધાયેલ છે.
અહેવાલ..ફિરોઝ મલેક, ભાવનગર