Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગુંદાળા ગામ પાસે આવેલ રામનગર વિસ્તારમાં દુકાન ધરાવતા એક દુકાનદાર પર આ જ ગામના કેટલાક શખ્સોએ હથિયારો વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!દુકાનદાર ની દુકાને હુમલાખોરો ના નામાના પૈસા બાકી હોય જેની ઉઘરાણી કરવા જતા દુકાનદારને માર માર્યો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું આ અંગે દુકાનદાર દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં આવ્યો છે.
અહેવાલ: ફિરોઝ મલેક, ભાવનગર