Bhakti Sandesh: બાવળિયાળીમાં શ્રી નગાલાખા મંદિરમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ હેઠળ પુનઃ પ્રતિષ્ઠા વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ, અને ભાવિક ભક્તોના ઉમંગ સાથે શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો. વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વાણી અને પાણીની પવિત્રતાનો મહિમા દર્શાવતા સનાતન સંદેશો આપ્યો અને કથા પ્રવાહ શરૂ કર્યો.
Thank you for reading this post, don't forget to subscribe!
ઠાકરધામ બાવળિયાળીમાં ભરવાડ સમાજ સહિત વિવિધ જ્ઞાતિના ભાવિકોની મોટી સંખ્યા ઉપસ્થિત રહી, પુનઃ પ્રતિષ્ઠા વિધિ, ભાગવત કથા અને અન્ય ધાર્મિક આયોજનો સાથે ભવ્ય ધર્મોત્સવ યોજાયો. મહા મંડલેશ્વર મહંત શ્રી રામબાપુનાં માર્ગદર્શન હેઠળ પુનઃ પ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈ, અને આ પાવન પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસાસનથી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથાની પ્રારંભિક કથા વર્ણવી.

આ અવસરે ભવ્ય રંગદર્શી માહોલમાં હાથી ઉપર પોથી યાત્રા યોજાઈ, અને સંતો-મહંતોનાં હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થયો. મંગલાચરણ સાથે ભાઈશ્રી રમેશભાઈએ શ્લોક વંદના કરી, અને વાણી અને પાણીની પવિત્રતા પર ભાર મૂકતાં પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિવારણ અંગે સત્પ્રેરણા આપી.