Bhakti sandesh: આજે, તા. 7 ડિસેમ્બર, 2024ના રોજ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાંથી એક લાખથી વધુ કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. શુક્રવારે વહેલી સવારે 6:30 વાગે મહંત સ્વામીએ કાર્યકરો માટે મોતીચૂરના લાડુ પોતાના હાથે બનવ્યા.
Thank you for reading this post, don't forget to subscribe!આ કાર્યક્રમ BAPS સંસ્થાના 50 વર્ષના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા BAPS સંસ્થાએ વિશ્વભરમાં ફેલાયેલી તેની શાખાઓને એક મંચ પર લાવી છે. આ કાર્યક્રમ દ્વારા BAPS સંસ્થાના કાર્યકરોને પ્રેરણા મળશે અને તેઓ સમાજ સેવાના કાર્યોમાં વધુને વધુ સક્રિય બનશે.
10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમની તૈયારીમાં સતત કાર્યરત છે. મહંત સ્વામીએ આ કાર્યકરો પ્રત્યે પોતાની ખાસ લાગણી વ્યક્ત કરી છે, જેનું પ્રતિક તેમણે પોતાના હાથે મોતીચૂરના લાડુ વાળી બતાવ્યું હતું. આજે સાંજે 5 વાગ્યે મોદી સ્ટેડિયમમાં મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ સાથે તે વિચારોની પાયાની વાર્તા રજૂ થશે, જેનું બીજ ક્યારે અને કેવી રીતે રોપાયું, તેનાથી આ દિવ્ય વૃક્ષ કેવી રીતે વિકસ્યું, અને આજે તે સમાજને કેવી રીતે સકારાત્મક ફળ આપી રહ્યું છે.
આ ઉજવણીના અંતર્ગત સ્ટેડિયમમાં ઊર્જાનો તોફાન સર્જાશે, જ્યાં આકાશમાં ઉગતા વિચારોના ફળ જોવા મળશે અને પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્થળ પર પ્રેરણાની લહેર ફેલાઈ જશે.
આ ઇવેન્ટ સિંક્રોનાઇઝેશન આધારિત
સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવી પ્રસ્તુતિઓ કરશે. સ્ટેડિયમમાં બેઠેલા 1 લાખ કાર્યકરોને લાઇટ અને વાઇફાઇ સાથે જોડાયેલ રિસ્ટ બેન્ડ અપાશે, જે પ્રસ્તુતિઓ સાથે સિંક્રોનાઇઝ્ડ રહેશે. જો પાણીનું ટીપુ પ્રસ્તુતિમાં પડશે, તો મેદાનમાં તેની લહેર દરેક ખૂણેથી દેખાશે. 40થી વધુ આંતરરાષ્ટ્રીય એન્જિનિયર્સ અને 200 જેટલા પ્રોફેશનલ્સની ટીમ આ ઇવેન્ટને ભવ્ય બનાવશે.
- 1 લાખથી વધુ કાર્યકરોની હાજરી
- 30 દેશોમાંથી મહેમાનો
- 2000 કલાકાર પ્રસ્તુતિ આપશે
- 1800 લાઇટ્સ દ્રશ્યો સર્જશે
- 30 પ્રોજેક્ટર્સ માટે આકૃતિઓ
- 40 કેમેરાથી દરેક એંગલ કવર
- 10,000 સ્વયંસેવકોની તૈયારી
- મહંત સ્વામીએ લાડુ બનાવ્યા