Entertainment: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના મામલે મુંબઈ પોલીસે મહત્વની કાર્યવાહી કરતાં એક શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!16 જાન્યુઆરીની રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. આ દરમિયાન સૈફ પર છરી વડે છ વાર હુમલો કરવામાં આવ્યો હતો. સૈફને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની સર્જરી પછી હાલ તે ખતરાની બહાર છે. અભિનેતાને છરી વડે હુમલાખોરે છ વાર ઘા કર્યા હતા. તેને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. હાલ તેને ખતરો ટળી ગયો છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે 20 અલગ-અલગ ટીમો તૈયાર કરી, જેને અલગ જવાબદારી સોંપવામાં આવી છે.
સૈફ અલી ખાન તે બિલ્ડિંગના 12મા માળે રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરની શોધ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુમલાખોરે સૈફના ઘરેથી ભાગતા પહેલા કપડા બદલ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘરમાં હાજર 56 વર્ષની સ્ટાફ નર્સ એલિયામા ફિલિપ પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ હતી. તે કેસની મુખ્ય ફરિયાદી છે. પોલિસે નર્સ, ઘરના સ્ટાફ, બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધ્યા છે.