Sports: ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યારે સૌથી ધનિક ક્રિકેટર કોણ છે? એ સવાલ કોઈને પૂછવામાં આવતો સૌ કોઈ મોટાભાગે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની કે સચિન તેંડુલકરનું નામ લેશે. આ ખેલાડીનું નામ છે આર્યમન બિરલા. કે જેણે પોતાની ક્રિકેટ કારકિર્દીને વિરામ આપ્યા બાદ તેના પિતા કુમાર મંગલમ બિરલાનો બિઝનેસ સંભાળી લીધો છે. આર્યમન બિરલા માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. જો તેની સંપત્તિની વાત કરીએ તો તે 70000 હજાર કરોડથી વધુ સંપત્તિનો માલિક છે. આટલી અપાર સંપત્તિ હોવા છતાં આર્યમન ભારતીય ટીમ માટે રમી શક્યો ન હતો.
Thank you for reading this post, don't forget to subscribe!આર્યમન શરૂઆતમાં પોતાના બિઝનેસની જગ્યાએ ક્રિકેટમાં કૅરિયર બનાવવાનું ઈચ્છતો હતો અને એ માટે તેણે ખૂબ મહેનત પણ કરી. 2017માં આર્યમાને મધ્યપ્રદેશમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને પછીના વર્ષમાં A લીસ્ટની મેચો પણ રમી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આર્યમાને 9 મેચમાં 16 ઇનિંગમાં 1 સદી અને 1 અડધી સદી સાથે 414 રણ બનાવ્યા. A લીસ્ટની મેચોમાં તેણે 4 મેચમાં 36 રણ કર્યા. 2019માં, જ્યારે તે 22 વર્ષનો હતો, આર્યમને છેલ્લીવાર ક્રિકેટ રમ્યો અને ત્યારબાદ તેણે આ રમતને અલવિદા કહી દીધી.
ક્રિકેટ છોડી હવે આર્યમન પિતાના બિઝનેસમાં જોડાયો છે. 2023માં, આર્યમને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ (ABFRL)માં ડિરેક્ટર તરીકે આદિત્ય બિરલા ગ્રૂપમાં સામેલ કરાયો. તે આદિત્ય બિરલા મેનેજમેન્ટ લિમિટેડ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં પણ ડિરેક્ટર છે. ભવિષ્યમાં, આર્યમન આદિત્ય બિરલા ગ્રૂપની કમાન સંભાળી શકે છે.