Sports: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તેમની કંપની સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓના PFના પૈસા કાપીને તેમના ખાતામાં જમા ન કરવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
Thank you for reading this post, don't forget to subscribe!રોબિન ઉથપ્પાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગારમાંથી પીએફના પૈસા કાપવામાં આવતા હતા, પરંતુ તે રકમ કર્મચારીઓના PF ખાતામાં જમા કરવામાં આવતી ન હતી. આ રીતે કુલ 23 લાખ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ ઉથપ્પા પર લાગ્યો છે.
પ્રોવિડન્ટ ફંડના પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડીએ આ મામલે પુલકેશનગર પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પોલીસ હાલમાં ઉથપ્પાને શોધી રહી છે. જ્યારે પહેલીવાર ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે તેમનું સરનામું બદલાઈ ગયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેના કારણે વોરંટ તેમને મળી શક્યું નહીં. આ મામલો એટલા માટે મહત્વનો છે કે કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના PF કાપે છે તેણે તે રકમ કર્મચારીઓના પીએફ ખાતામાં જમા કરવી ફરજિયાત છે. જો આમ ન કરવામાં આવે તો તે કાયદાનું ઉલ્લંઘન ગણાય છે.