Entertainment: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના બાળપણની 10 અનોખી અને દુલર્ભ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આ તસવીરોમાં અનુષ્કાના નિર્દોષ ચહેરા અને શૈશવકાળની મસ્તી સ્પષ્ટપણે નજરે પડે છે. ખાસ વાત એ છે કે આ તસવીરોમાંનો એક ફોટો અનુષ્કાના પતિ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો પણ ફેવરિટ છે.
Thank you for reading this post, don't forget to subscribe!અનુષ્કા શર્માની કારકિર્દી અને સફળતા
અયોધ્યામાં જન્મેલી અને બેંગલુરુમાં ઉછરેલી અનુષ્કા શર્માએ 2007 માં ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સ માટે તેના મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં મુંબઈ સ્થાયી થઈ અને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. 2008માં શાહરૂખ ખાન સાથેની ‘રબ ને બના દી જોડી’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, જે ખૂબ જ સફળ રહી.
તેણી ‘બેન્ડ બાજા બારાત’, ‘NH10’, ‘દિલ ધડકને દો’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘સુઈ ધાગા’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી. અનુષ્કાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો ‘સુલતાન’, ‘પીકે’ અને ‘સંજુ’ રહી હતી. 2018માં તે છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી.
અનુષ્કા અને વિરાટ કોહલીનો પ્રેમસફર
2017માં અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. આ કપલ બોલિવૂડ અને ક્રિકેટ જગતનું સૌથી લોકપ્રિય દંપતી ગણાય છે. 2021માં અનુષ્કા અને વિરાટને પુત્રી વામિકા અને 2024માં પુત્ર અકાય જન્મ્યા હતા. અનુષ્કાની બાળપણની આ તસવીરો ફેન્સ માટે એક ખાસ ટ્રીટ બની છે, અને વિરાટ કોહલી માટે તો એ એક ભાવનાત્મક જોડાણ સમાન છે.