Education: શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરમાં તા-૨૫/૦૨/૨૦૨૫, બુધવારના રોજ “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરી તેમની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને માન્યતા આપવાનો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી દિલીપભાઈ જે.ચૌધરી (બોર્ડ ઓફ મેમ્બર- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) તથા વિશિષ્ટ મહેમાનશ્રીઓ હિરેનભાઈ પટેલ, ડૉ. મુકેશભાઈ ચૌધરી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આદરશ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરી, મંત્રીશ્રી જે.ડી. ચૌધરી અને શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી સહીત અન્ય સન્માનનીય વ્યક્તિઓએ પણ પ્રાસંગિક ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી થઈ, જેના અનુસંધાનમાં વિદ્યાર્થિનીઓએ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા ભવ્ય સ્વાગત કર્યું. મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓની સાથે તેમનું પરિચય કરાવ્યો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ મહેમાનશ્રીઓનું સન્માન બુકે, સાલ અને મોમેન્ટથી કર્યું.

મુખ્ય મહેમાનશ્રી દિલીપભાઈ જે. ચૌધરીએ “પુરુષાર્થ એજ પારસમણિ”ની સંકલ્પનાને ઉજાગર કરતા વિદ્યાર્થીજીવનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ડૉ. મુકેશભાઈ ચૌધરીએ “શિક્ષણ અમૂલ્ય ધન છે” વિષય પર પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. આદર્શ આર્ટ્સ & કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી કેતુલભાઈ ડી. ચૌધરીએ વાર્ષિક શૈક્ષણિક સિદ્ધિઓનો અહેવાલ રજૂ કર્યો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગરબા, લેઝીમ ડાન્સ, ઘુમ્મર તથા સંગીત સહિત અનેક વિધાઓમાં પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. મહેમાનશ્રીઓ અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના હસ્તે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા. કોલેજની વિદ્યાર્થિની નેત્રા ચૌધરીને યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ જીતવા બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું. કાર્યક્રમનો સંકલન અને સંચાલન શ્રેષ્ઠરીતે કરવામાં આવ્યું, અને અંતમાં આભારવિધિ જીતેન્દ્રભાઈ પટેલે કરી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓનું યોગદાન પ્રશંસનીય રહ્યું. આ ભવ્ય સમારંભ અંતે સૌએ સ્વરૂપચિ ભોજન કરીને સમારોહની યાદગાર ક્ષણોને માણી.