Entertainment: અક્ષય કુમારની આવનારી ફિલ્મ “ત્રિરંગા”ની જાહેરાત ગયા મહિને કરવામાં આવી હતી. હવે ફિલ્મ અંગે નવી માહિતી મળી છે કે આ ફિલ્મનું દિગ્દર્શન સંજય પૂરણ સિંહ ચૌહાણ સંભાળશે. તેમજ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની સંભાવના છે.
Thank you for reading this post, don't forget to subscribe!દિગ્દર્શક સંજય પૂરણ સિંહ ચૌહાણે પહેલા “લાહોર” અને “72 હુરા” ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ બન્ને ફિલ્મોએ નેશનલ એવોર્ડ્સ જીત્યા છે. સંજય અને અક્ષય કુમાર સાથે મળીને “ગુરખા” ફિલ્મ પર કામ કરવા જઇ રહ્યા હતા, પરંતુ આ પ્રોજેક્ટ અંતિમ તબક્કે અટકી ગયો.
“ત્રિરંગા” ફિલ્મ રાજ કુમાર અને નાના પાટેકરની 1993ની ફિલ્મ “ત્રિરંગા”ની રીમેક હશે. જોકે, નિર્માતાઓએ આ અફવાઓને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ રીમેક નહીં, પરંતુ એક નવી અને ઓરિજિનલ સ્ક્રિપ્ટ ધરાવતી હશે.