Gujarat: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કારણ કે હવે કિડનીની સારવાર માટે બહારગામથી આવતા દર્દીઓ પાસેથી રેલવે કન્સેશન ફોર્મ માટે 100 રૂપિયા વસૂલવા લાગ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!રેલવે દ્વારા કિડની, હૃદય અને કેન્સરના દર્દીઓને મુસાફરીમાં 75 ટકા કન્સેશન આપવામાં આવે છે, જે માટે ફક્ત એક ફોર્મ ભરવું પડે છે. પરંતુ IKDRC દ્વારા આ ફોર્મને કમાણીના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર્દીઓ પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જે અગાઉ નહોતું. દરરોજ 30-40 દર્દીઓ આ ફોર્મ મેળવવા આવે છે અને તેમને હવે ફોર્મ મેળવવા માટે રૂ. 100 ચૂકવવા પડે છે. દર્દીઓનો આક્ષેપ છે કે ફોર્મ માટે પૈસા વસૂલવાની જગ્યાએ હોસ્પિટલએ સ્પેશિયલ રૂમના ભાડામાં વધારો કરવો જોઈતો હતો.
વર્ષ 2015થી 2023 વચ્ચે IKDRCમાં દવાઓ અને સર્જિકલ વસ્તુઓના ગુણવત્તા પરીક્ષણ વિના ખરીદી થઈ હતી, અને ઘણી વસ્તુઓ ઊંચા દરે ખરીદવામાં આવી હતી. તેના પરિણામે સપ્લાયરોને રૂ. 38.43 લાખ વધુ ચુકવવાં પડ્યા હતા. 2024ના ઓડિટ રીપોર્ટ અનુસાર, દવાઓ અને સર્જિકલ વસ્તુઓની ખરીદીમાં પારદર્શકતા અને વ્યાજબીતા માટે વધારાની તપાસની ભલામણ કરવામાં આવી છે. આથી ભવિષ્યમાં વસ્તુઓની ખરીદી યોગ્ય દરે થઈ શકે અને વેડફાટ અટકાવવામાં આવી શકે.