Education: શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ તા-11/1/2025ના રોજ વડનગર તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું હતું.
વિદ્યાલયના વિધાર્થીઓમાં ઠાકોર પાર્વતી સંતરામે સુગમ સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો, જ્યારે રાવળ હની ભાવિનકુમારે ચિત્રકલા સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો. સાથે ભૂમિકા કાંતિલાલ ચૌધરીએ કાવ્યલેખન સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું.
વિદ્યાર્થીનીઓના આ સિદ્ધિએ શાળાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ વિજયી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. આ સિદ્ધિ વિધાર્થીનીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિબિંબ છે.