Crime: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનો પ્રવાહ સતત વધી રહ્યો છે. પહેલા દારૂની પાર્ટીઓ સામાન્ય માનવામાં આવતી હતી, પરંતુ હવે ગુજરાતમાં ડ્રગ્સનો કાળો ધંધો ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેના કારણે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનવા લાગી છે. તાજેતરમાં અંકલેશ્વરમાંથી 427 કિલો, અંદાજે 250 કરોડ રૂપિયાના મૂલ્યનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ દરમ્યાન, 24 કલાકના અંતરે સુરતના મગદલ્લા વિસ્તારમાં સી.આઈ.ડી.એ ડ્રગ્સ પાર્ટી પર રેડ પાડી, જેમાં 9 વિદેશી સ્પા ગર્લ્સ સહિત કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે
Thank you for reading this post, don't forget to subscribe!મળી રહેલી માહિતી મુજબ, સુરત સી.આઈ.ડી. ક્રાઈમને મળેલી બાતમીના આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાન પર રેડ કરવામાં આવી હતી. બાતમીમાં જણાવાયું હતું કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સની પાર્ટી ચાલી રહી હતી. રેડ દરમિયાન 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની મેડિકલ તપાસ માટે તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
સુરત સીઆઈડી ક્રાઈમે ડ્રગ્સ સંબંધિત ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. મેડિકલ ટેસ્ટ પૂર્ણ થયા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આ પાર્ટી કોણે આયોજન કરી હતી, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, અને વિદેશી યુવતીઓને કોણ બોલાવ્યું હતું જેવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે તપાસની પ્રક્રિયા તેજ બનાવવામાં આવશે.