Junagadh: જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. જેમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ સાત લોકોના મોત થયા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!રાજ્યમાં સતત વધતાં માર્ગ અકસ્માતોની વચ્ચે, આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક ભંડુરી પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો, જેમાં સાત લોકોનાં જીવ ગયા છે. આ ઘટનામાં સાતમાંથી પાંચ મૃતકો વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. ટક્કરના કારણે એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટી નીકળ્યો, જેના પરિણામે બાજુના ઝુંપડામાં આગ લાગી હતી.
પોલીસે ઘટનાસ્થળે પોંહચી તપાસ હાથધરી
વહેલી સવારે હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત થતા આજુબાજુના લોકો એકઠા થઈ બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસ તેમજ 108ને જાણ કરી. જાણ થતાં જ પોલીસ કાફલો, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ઝુંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો, જ્યારે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
DySp દિનેશ કોડિયાતારના જણાવ્યા મુજબ, વહેલી સવારે 8 વાગ્યે માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતિ સેલેરિયો અને બીજી કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. તમામ મૃતદેહોને માળિયાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
ભંડુરી ગામના રહેવાસી દિલીપસિંહ સિસોદિયાએ જણાવ્યું કે, “સવારે આઠ વાગ્યાના આસપાસ અકસ્માત થયો હતો. હું નજીકની હોટેલ પર હતો ત્યારે અચાનક ભયંકર અવાજ સાંભળ્યો અને તરત જ ઘટનાસ્થળે દોડી ગયા.”
આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જેમાં પાંચ વિદ્યાર્થી સામેલ છે. તેઓ કેશોદ નજીકના ગામોના હતા અને ગડુમાં પરીક્ષા આપવા જતાં હતા. બાકીના બે મૃતકો જાનુડા ગામના હતા. સાતેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.