Education: વ્યસન મુક્તિ, નિબંધ લેખન સહિત વક્તૃત્વ સ્પર્ધા યોજી યુવા દિનની ઉજવણી કરાઈ. ૧૨મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિનની ઉજવણી અંતર્ગત થરાદની એમ.એસ.ડી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એબીવીપી અને સ્કૂલના ટ્રસ્ટી ભરતભાઈ, શાળાના આચાર્ય વિક્રમભાઈની ઉપસ્થિતિમાં ડૉ. રિતેશભાઈ પ્રજાપતિએ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હેતલબેન પંચાલે કર્યું હતું.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે એબીવીપી અને શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં નિબંધ લેખન સ્પર્ધા યોજાતા પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમના સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કર્યા હતા, તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ભોરોલ ખાતે એબીવીપી અને શાળાના પ્રિન્સીપાલ છગનભાઈ દેસાઈ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન વડે સન્માનિત કર્યા હતા.
પણ ભાપડી અને ભોરોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યક્રમ ઇન્ચાર્જ તરીકે થરાદ નગર કોષાધ્યક્ષ રહ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ અને શાળા પરિવાર સહિત એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોષી(નાનોલ), થરાદ નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી, થરાદ નગર સહમંત્રી બંકિમભાઈ દવે, થરાદ નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત અને એબીવીપી ટીમના કેમ્પસ અધ્યક્ષ- મંત્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યુવા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ