ABVP થરાદ શાખા દ્વારા મિશન સાહસી અને મોટીવેશન સેમિનાર યોજાયો

ABVP Tharad branch organized Mission Dasari and Motivation Seminar


Banaskantha: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ હરહંમેશ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અથાક પ્રયત્નો કરતું છાત્ર સંગઠન છે ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વ નિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે ગતરોજ 1 ડિસેમ્બરને રવિવારના રોજ APMC થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને‌ મિશન સાહસીના ભાગરૂપે કરાટાનુ શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ APMC ના એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટીવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું.

Thank you for reading this post, don't forget to subscribe!

બહેનોને‌ કરાટેનુ પ્રશિક્ષણ આપ્યા બાદ એ.પી.એમ.સીના એ.સી હોલ ખાતે દીપ પ્રાગટય અને મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરાયા બાદ થરાદ પીએસઆઈ આર.એમ.ચાવડા, થરાદ આર.એફ.ઓ સેજલબેન ચૌધરી, થરાદ મામલતદાર કે.એચ.વાઘેલા, સામાજિક કાર્યકર ડૉ. હિતેન્દ્રભાઈ શ્રીમાળી, સેવાભાવી શિક્ષક દિનેશભાઈ પુરોહિત દુધવાવાળા, એ.પી.ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા, જાણીતા એન્કર અને C.R.C કો.ઓર્ડીનેટર સંજયભાઈ ત્રિવેદી, આરએસએસના લક્ષ્મણભાઈ પટેલ સહિતના વક્તાઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ.અવનીબેન આલ દ્વારા બહેનોને મોટીવેશનને લગતું તેમજ બહેનો કઈ રીતે લીડરશીપ કરી શકે તેને લઈ માર્ગદર્શન આપી વિદ્યાર્થીની બહેનોને પગભર થવા હાકલ કરી હતી.

વિધાર્થીની હિના ચૌધરીએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનુ પાત્ર ભજવી નારી શક્તિના દર્શન કરાવ્યા.

ABVPના પ્રાંત ઉપાધ્યક્ષ ડૉ.ક્રાંતિબેન ત્રિવેદીએ ABVPનો પરિચય કરાવી ગૌરવ ગાથા અને સાહસિકતાનો પરિચય કરાવી વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યમાં સહભાગી બની કાર્યકરોને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું હતું, જોકે મિશન સાહસી અને મોટીવેશન કારર્કિદી સેમિનારને સફળ બનાવવા રાજેશ્વર કોલેજ થરાદ, એ.પી. ત્રિવેદી કોલેજ ખોરડા, કે.જી.બી.વી. ગર્લ્સ હોસ્ટેલ થરાદ, સરકારી મા. અને ઉ.મા. શાળા ભાપડી અને ભુરીયા સહિત મારવાડી વાસ શાળા ભોરોલની વિદ્યાર્થીની બહેનોના સાથ સહકારથી 300 જેટલી બહેનોની સંખ્યામાં મિશન સાહસી અંતર્ગત કરાટેનુ પ્રશિક્ષણ અને મોટીવેશન કારર્કિદી સેમિનારને ભવ્ય રીતે સફળતા અપાવવા સહભાગી થયા હતા.

કાર્યક્રમમાં સહયોગી થયેલ એ.પી.એમ.સી ના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, હેતલબેન પંચાલ, બ્રહ્મસમાજના અગ્રણી ભગવાનભાઈ જોષી, જેતશીભાઈ પટેલ(ઘેસડા સરપંચ), ડૉ. હિતેન્દ્રભાઈ શ્રીમાળી, રમેશભાઈ જોષી ભટાસણા, મહેશભાઈ જે. ચૌધરી ભુરીયા સહિતના ઉપસ્થિત મહેમાનોનું એબીવીપી થરાદ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદી અને એબીવીપી ભાગ સંયોજક રાજેશભાઈ જોષીએ‌ કર્યું હતું, આ પ્રસંગે એબીવીપીના ડૉ.ક્રાંતિબેન ત્રિવેદી, વિભાગ સંયોજક વિક્રમભાઈ જોષી, જીલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, ભાગ સંયોજક રાજેશભાઈ જોષી(નાનોલ), થરાદ નગર અધ્યક્ષ સુખદેવપુરી સ્વામી, નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી, ભવાનસિંહ સોઢા, નગર સહમંત્રી બિજલબેન પઢીયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, પિન્ટુભાઈ પ્રજાપતિ, બંકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત ભુરીયા તેમજ ABVP થરાદ નગર અને કેમ્પસ ટીમના કાર્યકરો, મુખ્ય વરિષ્ઠ વક્તા ડૉ.અવનીબેન આલ સહિત થરાદ મામલતદાર કે.એચ.વાઘેલા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ પીએસઆઈ આર.એમ.ચાવડા, 181 અભયમના કાઉન્સિલર તારાબેન તેમજ કોન્સ્ટેબલ કમળાબેન અને વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03