Bhavnagar Crime: ભાવનગરમાં એક હૃદયકંપાવી દેનારી અને વિકૃતિની હદ વટાવતી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરી વિસ્તારમાંથી એક પરિણીતાનું અપહરણ કરી પાશવી અત્યાચાર ગુજારાયો હોવાનો ચકચારભર્યો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી, ચાર શખસોએ માતા-પિતાના બહાને એક પરિણીતાને ઘરની બહાર બોલાવી. ત્યારબાદ, તેને કારમાં બલજબરીપૂર્વક અપહરણ કરી એક અવાવરુ મકાનમાં લઈ જવામાં આવી. ત્યાં શખસોએ તેની સાથે અમાનવિય કૃત્ય આચર્યું.
Thank you for reading this post, don't forget to subscribe!નરાધમોની કૃત્ય અને પીડિતાનો સંઘર્ષ

પરિણીતા સાથે રહેલા તેના માસુમ દિકરાને શખસોએ છીનવી લીધો અને તેને રેતીના ઢગલામાં ફેંકી દીધો. ત્યારબાદ, છરીની અણીએ ધમકી આપીને પીડિતાની સાથે દુષ્કર્મ આચર્યું. પાશવીતાની હદ વટાવતાં, આરોપીઓએ પરિણીતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચું છાંટી તેની પરિસ્થિતિ વધુ દુષ્કર બનાવી. આ ક્રૂર ઘટનાથી પીડિતા અને તેનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. શહેરની મહિલા કોલેજ નજીક કૃષ્ણનગરમાં રહેતી ૨૫ વર્ષીય મહિલાએ ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, દિપક લાઠીયા નામના શખ્સ સાથે તેઓએ અગાઉ પ્રેમસબંધ રાખ્યો હતો, જે બાદ વકિલની હસ્તક્ષેપથી સમજુતી કરીને તેઓ છૂટા પડી ગયા હતા.

તેમજ દિપક સાથેના સંબંધ અંગે ખોટો શંકાસ્પદ મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસે રાખ્યો હતો. આ શખસોએ ગત રાત્રે અંદાજે ૮:૦૦ વાગ્યે, એક અજાણ્યા માણસ મારફત તેમના માતા-પિતાને મળવા બોલાવવાનું કહી તેમને ઘરની બહાર બોલાવ્યા. ત્યારબાદ, આ શખસોએ મહિલાનું કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ પર અવાવરુ સ્થાને આવેલ એક મકાનમાં લઈ ગયા, જ્યાં રૂમમાં તેમને પૂરવામાં આવ્યા. ત્યારપછી, મનસુખ મકવાણા અને મુકેશ મકવાણાએ સાવરણી વડે માર માર્યો. તેમજ, મનસુખે તેમની પાસે રહેલા દિકરાને ઉંચકી રેતીના ઢગલામાં ફેંકી ઈજા પહોંચાડી હતી.

દરમિયાન, મનસુખે તેના ગળા પાસે છરી રાખી, પોતાને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી, તેણી પર બળજબરી કરી અને જાતીય દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન, મુકેશ અને પિન્ટુએ તેણીને પકડી રાખીને સાથ આપ્યો હતો. મનસુખે વધુ હિંસક પગલું ભરતાં, તેણીના અંગોમાં મરચું નાખી તેનું શારીરિક નુકસાન કર્યું હતું. મોડી રાત્રે લગભગ બે વાગ્યે, તેણીને મુક્ત કરવામાં આવી હતી.

આ અંગેની ફરીયાદના આધારે, થોઘારોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખસ વિરુદ્ધ BNS અધિનિયમની કલમ 64(1), 64(2)(L), 137(2), 127(2), 115(2), 352, 351(3) અને GP અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ દોષિતોને ઝડપી પાડવા માટે કાર્યવાહી આગળ વધારી રહી છે.