Bhakti sandesh: આધાર જનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, કહેવાય છે ને કે સાહસ ની કોઈ ઉંમર નથી હોતી અને સાચો પરોપકાર ત્યારે જ છે જ્યારે લોકો કોઈ પુરસ્કાર ની આશા કર્યા વગર બીજા ની ભલાઈ કે ખુશી માટે કાર્ય કરે અને અને આપડી ભારતીય સાંસ્કૃતિ માં રહેલા આ મૂલ્યો જ મનુષ્ય ને સાચા નાયક બનાવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!રાંધેજા ગામ ના નવ યુવાનો દ્વારા સંચાલિત આધાર જનની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું જેમાં કોઈ ની પણ આર્થિક મદદ વગર પોતાની મહેનત થી અંબાજી પગપાળા જતા પદયાત્રી માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો માટે પૌષ્ટિક અલ્પાહાર ,આરામ ની વ્યવસ્થા ,અને આરોગ્ય ને લગતી સુવિધા પુરી પાડવામાં આવીછે.
સાથે રાત્રી દરમિયાન ડાયરો ,ગરબા ,ભજન જેવા સંસ્કુતિક કાર્યક્રમ કરી પદયાત્રી ના મન મોહી લીધા, આ સેવા કેમ્પ માં સેવા ની સાથે સ્વસછતા નું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાના આવ્યું હતું. ધન્ય છે આવી યુવા પેઢીને આજની આ યુવા પીઢી એ આપડા ભવિષ્ય નું દેશ નું ગૌરવ છે