Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટકને આજે સવારના સમયે શ્વાન પકડી વાહનના ચાલકે તોડી નાખ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે રેલ્વે વિભાગે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!
શહેરમાં રખડતા કુતરાઓ પકડીને શેલ્ટર હોમ સુધી પહોંચાડવાની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટદારોને સોંપવામાં આવી છે. આવી જ કામગીરી માટેની ટીમ આજે સવારે કુંભારવાડા વિસ્તારમાંથી તલાવડી તરફ જઈ રહી હતી, ત્યારે બંધ રેલ્વે ફાટકને ક્રોસ કરવાની કોશિશ દરમિયાન વાહન ફાટક સાથે અથડાયું હતું.
આ ટક્કરથી રેલ્વે ફાટકને ગંભીર નુકસાન થયું છે. અકસ્માત બાદ શ્વાન પકડી વાહનનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો. હવે રેલ્વે વિભાગ દ્વારા તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.