કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ખાતે સેવા કાર્યકમ યોજાયો

On the occasion of the birthday of Union Home Minister Shri Amitbhai Shah, a service function was held at Mehsana

Gujarat: ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે 4 મહેસાણા લોકસભા ના સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા લોકસેવાનો કાર્યક્રમ એપીએમસી ઉનાવા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ, જરૂરિયાત મંદોની આંખોની તપાસ અને 42 નંબરના ચશ્મા નુ વિતરણ કરાયું, તેમજ સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ તથા આંગણવાડીના બાળકોને મીઠાઈ વિતરણના અનેક કાર્યક્રમો યોજાયા જેમાં 1100થી વધુ લોકોએ આ સેવાઓનો લાભ લીધો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ એપીએમસી ઉનાવાના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રીઓ અને ઊંઝા તાલુકા અને શહેર ભાજપ સંગઠનના સહયોગથી સંપૂર્ણ થયો. આ કાર્યક્રમમાં એપીએમસી ઉનાવાના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, વાઇસ ચેરમેનશ્રી દેવાંગભાઈ પટેલ, ડિરેકટરશ્રીઓ, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રીમતી સીતાબેન પટેલ, અનુજાતી મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી ઉજમભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ.

ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રીમતી સોનલબેન તેમજ શ્રી કનુભાઈ પટેલ બ્રાહ્મણવાડા, શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ઉપેરા, ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ધર્મનેદ્રભાઈ, ઊંઝા તાલુકા ભાજપ મંત્રી શ્રી ભરતભાઈ બારોટ, જિલ્લા કારોબારી સભ્ય શ્રી જયંતીભાઈ બારોટ, ડાહ્યાભાઈ, તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી કશ્યપભાઈ પટેલ, એ.પી એમ.સી. ઉનાવાના પૂર્વ ચેરમેન શ્રી જયેશભાઈ, પૂર્વ મહામંત્રી શ્રી નાથુભાઈ, ચિકિત્સકો ની ટીમ અને મોટી સંખ્યામાં તાલુકા અને શહેર સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03