World: થાઈલેન્ડના બેંગકોંગમાં 44 લોકોને લઈ જતી સ્કૂલ બસમાં આગ લાગતાં મોટી દુર્ઘટના ઘટી છે. જેના લીધે 25 બાળકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. મૃત્યુ આંકડો વધવાની શક્યતા છે.
Thank you for reading this post, don't forget to subscribe!થાઈલેન્ડના બેંગકોકમાં 44 બાળકોઓથી ભરેલી સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનાએ ભયાનક સામે આવી છે, જેમાં 25 બાળકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંગળવારે, બસ કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતમાંથી અયુથયા તરફ જતી હતી, ત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ પથુમ થાનીમાંથી પસાર થતા સમયે બસના આગળના ભાગમાં આગ ભભૂકી ઉઠી. આ આગ એટલી વિકરાળ હતી કે બચાવકર્મીઓને બસમાં પ્રવેશવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને 16 બાળકો બસમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, મળતી માહિતી મુજબ, જો કે, તેઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. બસ ડ્રાઇવર પણ બચી ગયો હતો, પરંતુ ઘટનાથી ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયો.
પરિવહન મંત્રી સૂર્યા જુંગરૂંગરૂંગકિટે જણાવ્યું કે, મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાનીમાંથી વિદ્યાર્થીઓને અયુથયાની ટૂર પર લઈ જતી હતી, ત્યારે ટાયર ફાટવાથી આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે, હજી સુધી વાસ્તવિક કારણ સ્પષ્ટ થયું નથી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાં અને તમામ ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે અને મૃતકોના પરિવારોને વળતર પણ આપશે.