પાટણના દેથળીમાંથી 10 વર્ષથી ભારતમાં રહેલા બાંગ્લાદેશી દંપતી ઝડપાયા

Bangladeshi couple living in India for 10 years arrested from Dethali, Patan

1 Min Read

Gujarat: પાટણ LCB પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધપુર તાલુકાના દેથળી ગામેથી 10 વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્રી V.K. નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર R.G. ઉનાગર અને તેમની ટીમે આ કાર્યવાહી અમલમાં મૂકી હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

પકડી પાડાયેલા દંપતીમાં રફીક જલાલ ગુલામ શેખ (ઉંમર 28) અને તેની પત્ની કાજલ શેખ (ઉંમર 37)નો સમાવેશ થાય છે. બંને મૂળ બાંગ્લાદેશના પુરોલીયા જિલ્લાના ચાચોડીબજાર, કાલીયા ગામના નિવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે બંને પાસે વિઝા કે પાસપોર્ટ જેવા કાયદેસર દસ્તાવેજો ઉપલબ્ધ નથી.

તપાસમાં જાણવા મળ્યું કે રફીક શેખ 2012માં બાંગ્લાદેશના સતકીરાથી કલકત્તા બોર્ડરના માધ્યમથી ભારતમાં પ્રવેશ્યો હતો અને ત્યારપછી પુણે, મુંબઈ, અમદાવાદમાં વસ્યો હતો. છેલ્લા કેટલાંક મહિનાથી તે દેથળી ગામમાં રહેતો હતો. બીજી બાજુ, કાજલ શેખ 2010 પહેલા બાંગ્લાદેશના બેનપોલ બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી અને તેણે પણ અમદાવાદના જમાલપુર, શાહપુર તથા મુંબઈમાં નિવાસ કર્યો હતો.

બન્નેએ 2020માં મુંબઈ ખાતે એક મૌલાના પાસે નિકાહ કર્યો હતો. LCB પોલીસે બન્નેના બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા પણ હસ્તગત કર્યા છે. હવે પાટણ LCB દંપતી સામે વિદેશી નાગરિક અધિનિયમ, 1946 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને બન્નેને બાંગ્લાદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03