Entertainment: બોલીવૂડ અભિનેતા વિક્કી કૌશલ આજે 37 વર્ષના થયા છે. જન્મદિવસના અવસરે તેમણે પોતાના વ્યક્તિત્વ અને સંબંધો અંગે ભાવપૂર્ણ વિચારો તેમનો સરળ અને સચ્ચાઈભર્યો સ્વભાવ તેમની વાતચીતમાં ઝળકે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના જીવનશૈલી અને સંબંધો વિશે ખુલ્લા હૃદયે વાત કરી. વિક્કીએ જણાવ્યું કે, “હું હંમેશાથી એક ભરોસાપાત્ર વ્યક્તિ રહ્યો છું,” અને એના સાથેજ જણાવ્યું કે ઘરના રોજિંદા કામોમાં પણ તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. વાસણ ધોવાંથી લઈને ઘરની સફાઈ સુધી બધું તેમને આવડે છે, છતાં બેડશીટ બદલવું તેમનું ઓછું મનપસંદ કામ છે. તેઓ એવી ચા બનાવી શકે છે કે કેવળ ચાખતાં જ મુંહમાં સ્વાદ આવી જાય છે.
પત્ની કેટરિના કૈફ સાથેના સંબંધ વિશે તેઓએ પ્રેમભર્યાં શબ્દોમાં જણાવ્યું કે તેમના ઘરમાં કેટરિના હવે વહુ નહીં પણ દીકરી જેવી છે. વિક્કી માને છે કે આદર્શ પતિ કે દીકરો બનવાનું કોઈ નક્કી માપદંડ નથી, પરંતુ સમજદારી અને પ્રેમથી સંબંધો મજબૂત બનાવી શકાય છે. કેટરિના કૈફે પણ વિક્કી અંગે પ્રેમપૂર્વક કહ્યું કે તેઓ તેમને જરૂરી સ્પેસ આપે છે અને તેમની નાનકડી બાબતો પણ કેટરિનાના ચહેરા પર હાસ્ય લાવી દે છે. બંને વચ્ચેનો આ પરસ્પર સન્માન અને સમજૂતીનો બંધન તેમના સંબંધને વિશેષ બનાવે છે.