CRIME: અડાલજ પોલીસે ઝુંડાલ બ્રિજ નજીક દારૂનો મોટો જથ્થો પકડ્યો, બે શખ્સોની ધરપકડ, ગાંધીનગરના અડાલજ પોલીસે ગુપ્ત બાતમીના આધારે ઝુંડાલ બ્રિજ નજીક સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન ક્રેટા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના 565 બોટલનો મોટો જથ્થો ઝડપાયો, જેની કુલ કિંમત રૂ. 2.60 લાખ થાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!PI L.D ઓડેદરાની સૂચના હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે એક સફેદ ક્રેટા (GJ-02-BP-5141) ગાડીમાં વિદેશી દારૂ લઈ જવાઈ રહી છે. ઝુંડાલ તરફથી આવતા માર્ગે ત્રાગડ અંડરબ્રિજ પાસે પોલીસ ટીમે Z આકારમાં બેરિકેટિંગ કરીને વોચ ગોઠવી હતી. ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી વાળવાનો પ્રયાસ કર્યો હતો અને ડિવાઈડર સાથે અથડાઈ ગયો. પોલીસે તાત્કાલિક ગાડી ઘેરી લીધી અને તપાસ કરતાં અંદરથી રાજસ્થાનના બાડમેરના મહેશ દેવારામ બિશ્નોઇ અને ક્રિષ્ણારામ હુક્મારામ બિશ્નોઇ મળી આવ્યા.
કારની અંદર કાળા કપડા નીચે છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂ અને બિયરના બોટલો મળ્યા. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.