Banaskantha: જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં ધર્મના આધારે નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર થતાં આશરે 26 લોકોના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ દુખદ ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓને શાંતિ મળે અને ઘાયલોને ઝડપથી આરોગ્ય મળે એવી કામનાની સાથે 23 એપ્રિલના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા તથા A.P. ત્રિવેદી કોલેજ, ખોરડાના સંયુક્ત ઉપક્રમે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના કારોબારી સદસ્ય તથા ભાગ સંયોજક શ્રી રાજેશભાઈ જોષી (નાનોલ) મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખોરડા કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહજી સોઢા, કોલેજ પરિવાર, ABVP થરાદના નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બંકિમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મીણબત્તી પ્રગટાવી દ્રઢ શાંતિપ્રાર્થના સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી રાજેશ્વર કોલેજ કેમ્પસના અધ્યક્ષ કિરણભાઈ દેસાઈ રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ