Entertainment: ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર, જે તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા, તેમનું અવસાન થયું છે. તેઓ “ભારત કુમાર” તરીકે પણ પ્રસિદ્ધ હતા. 87 વર્ષની વયે તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમારના નિધનથી બોલિવૂડ ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના આકસ્મિક અવસાનના સમાચારથી ફેન્સ અને સેલિબ્રિટીઓ આઘાતમાં છે.
Thank you for reading this post, don't forget to subscribe!મનોજ કુમારે “સહારા,” “ચાંદ,” “હનીમૂન,” “પૂરબ ઔર પશ્ચિમ,” “નસીબ,” “મેરી આવાજ સુનો,” “નીલ કલમ,” “ઉપકાર,” “પથ્થર કે સનમ,” “પિયા મિલન કી આસ,” “સુહાગ સુંદર,” અને “રેશમી રુમાલ” જેવી અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને નેશનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1957માં ફિલ્મ “ફેશન” દ્વારા અભિનય ક્ષેત્રે પ્રવેશ કરનાર મનોજ કુમાર માટે 1965નું વર્ષ ગેમચેન્જર સાબિત થયું. એ વર્ષમાં રિલીઝ થયેલી “શહીદ” ફિલ્મે તેમની કારકિર્દીને નવી ઊંચાઈઓએ પહોંચાડીને તેમને બૉલીવુડમાં એક મજબૂત ઓળખ આપી. તેમની ખાસિયત હતી કે તેઓ રજતપટ પર પોતાના પાત્રને જીવન્ત બનાવી દેતા, અને તેમની દેશભક્તિ પર આધારિત ફિલ્મોએ ભારતીય સિનેમાને એક નવો દિશા-દર્શન આપ્યો.