Business: આજથી 1 એપ્રિલ 2025 સાથે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. દર વર્ષે 1 એપ્રિલે દેશભરની બેન્કોમાં રજા હોય છે. RBIના નિયમો અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં એકાઉન્ટ ક્લોઝિંગની પ્રક્રિયા વધારે હોય છે, જેથી 1 એપ્રિલે બેન્કિંગ સેવાઓ બંધ રાખવામાં આવે છે. નેટ બેન્કિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવાઓ ચાલુ રહેશે.
Thank you for reading this post, don't forget to subscribe!નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે RBIએ નવું બેન્ક હોલીડે કેલેન્ડર જાહેર કર્યું છે. એપ્રિલમાં ગુજરાતમાં બેન્કો કુલ 10 દિવસ બંધ રહેશે, જ્યારે સમગ્ર દેશમાં તહેવારો અને વિકેન્ડની રજાઓને કારણે બેન્કો કુલ 16 દિવસ બંધ રહેશે. તેથી, બેન્કિંગ કામકાજ પહેલાં હોલીડે લિસ્ટ ચકાસવાનું અનિવાર્ય છે.
એપ્રિલમાં બેન્ક રજાઓ અને તહેવારો
વિવિધ રાજ્યોમાં જુદા-જુદા તહેવારોને લઈને સ્થાનિક અને જાહેર રજાઓ આપવામાં આવશે. એપ્રિલમાં મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ, ગુડ ફ્રાઈડે, બોહાગ બિહૂ, બસવા જયંતિ અને અક્ષય તૃતિયા જેવા તહેવારોની રજાઓ રહેશે. ઉપરાંત, બાબુ જગજીવનરામ જયંતિ, સરહુલ, તમિલ ન્યૂ યર, હિમાચલ ડે, વિશુ, ચેઈરાઓબા, ગારિયા પૂજા અને પરશુરામ જયંતિ પણ વિવિધ રાજ્યોમાં રજાના ભાગરૂપે સમાવેશ થશે.
ગુજરાતમાં બેન્કો કઈ તારીખે બંધ રહેશે?
- 1 એપ્રિલ – નાણાકીય વર્ષ આરંભ (જાહેર રજા)
- 6 એપ્રિલ – રવિવાર
- 10 એપ્રિલ – મહાવીર જયંતિ
- 12 એપ્રિલ – બીજો શનિવાર
- 13 એપ્રિલ – રવિવાર
- 14 એપ્રિલ – આંબેડકર જયંતિ
- 18 એપ્રિલ – ગુડ ફ્રાઈડે
- 20 એપ્રિલ – રવિવાર
- 26 એપ્રિલ – ચોથો શનિવાર
- 27 એપ્રિલ – રવિવાર
તેથી, બેન્કના આવશ્યક કામકાજની પૂર્વ યોજના બનાવીને કામ પૂરું કરવા સલાહ આપવામાં આવે છે.